सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

जनवरी, 2023 की पोस्ट दिखाई जा रही हैं

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ, 26th January Republic Day-

▶️26મી જાન્યુઆરી, 2023ના રોજ સમગ્ર ભારતમાં 74માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ▶️26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે ? ▶️આઝાદી પૂર્વે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. ભારત અને પાકિસ્તાન બંને એક સાથે આઝાદ થયા હતા તેમ છતાં પાકિસ્તાન ઈ.સ. 1956 સુધી બ્રિટનના તાબા હેઠળ રહ્યું હતું. જ્યારે ભારત અંગ્રજોના તાબા હેઠળ ન રહ્યું અને 1949માં બંધારણની રચના વખતથી જ ભારતે પોતાને પ્રજાસત્તાક' જાહેર કરી દીધું હતું. ▶️આઝાદી બાદ ભારત આંતરિક રીતે સ્વતંત્ર હતું પરંતુ બાહ્યરૂપથી બ્રિટિશ રાજ્યને આધીન હતું. આથી બ્રિટનના તત્કાલીન રાજા જ્યોર્જ છઠ્ઠાના પ્રતિનિધિ તરીકે લોર્ડ માઉન્ટ બેટનને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા. આ સમયે આ ગવર્નર જનરલ જ ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા. ▶️આઝાદી બાદ ભારતના બંધારણની રચના કરવામાં આવી તથા ભારતીય બંધારણના આમુખમાં ભારતને ‘પ્રજાસત્તાક' જાહેર કરવામાં આવ્યું. ▶️પ્રજાસત્તાક એટલે “લોકો દ્વારા અને લોકો માટેનુ શાસન.' ભારતનું આમુખ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરે છે કે બંધારણ હેઠળ તમામ અધિકૃતતાનું સ્ત્રોત ભારતના લોકો જ છે