सीधे मुख्य सामग्री पर जाएं

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ, 26th January Republic Day-

▶️26મી જાન્યુઆરી, 2023ના રોજ સમગ્ર ભારતમાં 74માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.


▶️26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે ?


▶️આઝાદી પૂર્વે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. ભારત અને પાકિસ્તાન બંને એક સાથે આઝાદ થયા હતા તેમ છતાં પાકિસ્તાન ઈ.સ. 1956 સુધી બ્રિટનના તાબા હેઠળ રહ્યું હતું. જ્યારે ભારત અંગ્રજોના તાબા હેઠળ ન રહ્યું અને 1949માં બંધારણની રચના વખતથી જ ભારતે પોતાને પ્રજાસત્તાક' જાહેર કરી દીધું હતું.


▶️આઝાદી બાદ ભારત આંતરિક રીતે સ્વતંત્ર હતું પરંતુ બાહ્યરૂપથી બ્રિટિશ રાજ્યને આધીન હતું. આથી બ્રિટનના તત્કાલીન રાજા જ્યોર્જ છઠ્ઠાના પ્રતિનિધિ તરીકે લોર્ડ માઉન્ટ બેટનને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા. આ સમયે આ ગવર્નર જનરલ જ ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા.


▶️આઝાદી બાદ ભારતના બંધારણની રચના કરવામાં આવી તથા ભારતીય બંધારણના આમુખમાં ભારતને ‘પ્રજાસત્તાક' જાહેર કરવામાં આવ્યું.


▶️પ્રજાસત્તાક એટલે “લોકો દ્વારા અને લોકો માટેનુ શાસન.' ભારતનું આમુખ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરે છે કે બંધારણ હેઠળ તમામ અધિકૃતતાનું સ્ત્રોત ભારતના લોકો જ છે અને ભારત પર કોઈ બાહ્ય અધિકૃતતાનો અવકાશ નથી.

▶️26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને સાથે જ બ્રિટનના રાજા કે સમ્રાટની ભારત પરની કાનૂની કે બંધારણીય અધિકૃતતા સમાપ્ત થઈ ગઈ.


▶️ભારત આંતરિક તેમજ બાહ્ય એમ બંને રીતે સ્વતંત્ર થઈ ગયું તથા ભારતમાં ગવર્નર જનરલના પદનો અંત આવ્યો અને ડો. રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. આ સાથે જ ભારત કાનૂની દ્રષ્ટિએ સાચા અર્થમાં ‘પ્રજાસત્તાક’ રાષ્ટ્ર બન્યું.


▶️પ્રજાસત્તાક દેશ એટલે શું ?


▶️જે દેશના રાષ્ટ્રપ્રમુખ વંશ પરંપરાગત રીતે ન આવતા પ્રત્યક્ષ કે પરોક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાઈને આવે તેવા જ દેશને પ્રજાસત્તાક કહેવાય છે.

▶️ભારતીય બંધારણ સભા દ્વારા બનાવવામાં આવેલ બંધારણનો અમલ 26 જાન્યુઆરી, 1950થી કરવામાં આવ્યો હતો. અહીં 26 જાન્યુઆરી પસંદ કરવાનું કારણ એ હતું કે ડિસેમ્બર, 1929માં કોંગ્રેસના લાહોર અધિવેશનમાં સંકલ્પ કરવામાં આવ્યો હતો તે મુજબ 26 જાન્યુઆરી 1930ના રોજ પ્રથમવાર ‘પૂર્ણ સ્વરાજ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પરંપરાને જાળવી રાખવા અને 26 જાન્યુઆરીના દિવસને યાદગાર બનાવવા માટે આ નિર્ણય લેવાયો હતો.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .