सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

फ़रवरी, 2023 की पोस्ट दिखाई जा रही हैं

કરનાળનું યુદ્ધ

  24 ફેબ્રુઆરી, 1739ના દિવસે મહમંદ શાહ અને નદિરશાહ વચ્ચે ‘કરનાળનું યુદ્ધ' થયું હતું.  મહમંદ શાહ મુઘલ શાસક હતા. તેમના સમયમાં ભારતમાં સ્વતંત્ર રાજ્યોનો ઉદય થયો હતો.  નદિરશાહ ઈરાનના શાસક હતા. નદિરશાહને ઈરાનના નેપોલિયન'ના નામથી પણ ઓળખવામાં આવે છે. નદિરશાહ દિલ્હીમાં 50 દિવસથી પણ વધારે સમય રહ્યા હતા અને ત્યાં લગાતાર લૂંટફાટ કરી હતી. તેઓ પ્રસિદ્ધ મુઘલ રાજસિંહાસન મયુરાસન (તખ્ત-એ-હાઉસ) તથા મુઘલ તાજમાં લગાવેલ વિશ્વનો સૌથી કિંમતી હીરો ‘કોહીનુર' પોતાની સાથે લઈ ગયા હતા.

વાસુદેવ બળવંત ફડકે

 વાસુદેવ બળવંત ફડકે (૪ નવેમ્બર ૧૮૪૫ – ૧૭ ફેબ્રુઆરી ૧૮૮૩) ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક ક્રાંતિકારી હતા. તેઓ બ્રિટીશ રાજ દરમિયાન ખેડૂત વર્ગની દુર્દશાથી વ્યથિત હતા. તેમને દૃઢ વિશ્વાસ હતો કે સ્વરાજ જ ખેડૂતોને દયનીય સ્થિતિમાંથી ઉગારી શકે છે. તેમણે મહારાષ્ટ્રના કોળી, ભીલ અને ધાંગડ જાતિના લોકોને એકત્ર કરીને રામોશી નામનું એક સશસ્ત્ર ક્રાંતિકારી સંગઠન ઊભુ કર્યું હતું. આ સંગઠને બ્રિટીશ રાજને ઉખાડી ફેંકવા ધન પ્રાપ્તિ માટે સંપન્ન અંગ્રેજ વ્યવસાયીઓ પર છાપા મારવાનું શરૂ કર્યું

સ્વાસ્થ્ય - પાણી - પર્યાવરણ નો કચ્ચરઘાણ અને પૈસા નો વેડફાટ

 ઓફીસ - પ્રસંગો અને 200ml પાણી ની બોટલો ... સ્વાસ્થ્ય - પાણી - પર્યાવરણ નો કચ્ચરઘાણ અને પૈસા નો વેડફાટ  હાલ લગ્નો ની સિઝન પૂર બહાર માં છે અને હવે જરાક આર્થિક બરાબર ઘર હોય તો દરેક જગ્યાએ પ્રસંગો માં 200ml પાણી ની બોટલો અપાય છે રાજેશ્વર ભગવાન ની " પડીકે પાણી વહેંચાશે " એ સંદર્ભ ની વાત તો સો વર્ષ પહેલા થી જ કરેલી ભવિષ્યવાણી સાચી પડી છે પણ 200ml પાણી ની આ બોટલો તો હવે હદ કરી છે એક અંદાજ મુજબ ગુજરાત માં એક જાણીતી બ્રાન્ડ રોજ ની 30 લાખ બોટલ વેંચાણ કરે છે બધુ ગણોતો આંકડો કરોડે પહોંચતો હશે રોજ ની એક કરોડ પેટ બોટલ વર્ષ 365 કરોડ પેટ બોટલ માત્ર ગુજરાત માં ધરાબાય છે અને પાછી નોન રિસાયબલ છે ( ફરીથી વાપરી ના શકાય તવી ) લગ્ન ની કંકોત્રીઓ " સેવ એન્વાયરમેન્ટ " નો મેસેજ મૂકી ને ડિઝીટલ મુકે અને એજ લગ્ન માં 500 માણસ ગણો તો એક ની પાંચ ગણો તોય 2500 બોટલ નો કડદો એક દિવસ માં ધરતી પર ઠાલવે છે । સ્વાસ્થ્ય ની રિતે જોઇએ તો પ્લાસ્ટીક એ પ્યોર પેટ્રોલિયમ પ્રોડક્ટસ છે જો તેના પર સૂર્ય નો સિધો પ્રકાશ પડે અને પછી બોટલ માં થી કેમીકલ છુટે અને તે પાણી પીઇએ તો અનેક બીમારી થાય અને આ બોટલ સ્ટોરેજ થી લઈ