सीधे मुख्य सामग्री पर जाएं

સ્વાસ્થ્ય - પાણી - પર્યાવરણ નો કચ્ચરઘાણ અને પૈસા નો વેડફાટ

 ઓફીસ - પ્રસંગો અને 200ml પાણી ની બોટલો ...

સ્વાસ્થ્ય - પાણી - પર્યાવરણ નો કચ્ચરઘાણ અને પૈસા નો વેડફાટ 


હાલ લગ્નો ની સિઝન પૂર બહાર માં છે અને હવે જરાક આર્થિક બરાબર ઘર હોય તો દરેક જગ્યાએ પ્રસંગો માં 200ml પાણી ની બોટલો અપાય છે રાજેશ્વર ભગવાન ની " પડીકે પાણી વહેંચાશે " એ સંદર્ભ ની વાત તો સો વર્ષ પહેલા થી જ કરેલી ભવિષ્યવાણી સાચી પડી છે પણ 200ml પાણી ની આ બોટલો તો હવે હદ કરી છે એક અંદાજ મુજબ ગુજરાત માં એક જાણીતી બ્રાન્ડ રોજ ની 30 લાખ બોટલ વેંચાણ કરે છે બધુ ગણોતો આંકડો કરોડે પહોંચતો હશે રોજ ની એક કરોડ પેટ બોટલ વર્ષ 365 કરોડ પેટ બોટલ માત્ર ગુજરાત માં ધરાબાય છે અને પાછી નોન રિસાયબલ છે ( ફરીથી વાપરી ના શકાય તવી ) લગ્ન ની કંકોત્રીઓ " સેવ એન્વાયરમેન્ટ " નો મેસેજ મૂકી ને ડિઝીટલ મુકે અને એજ લગ્ન માં 500 માણસ ગણો તો એક ની પાંચ ગણો તોય 2500 બોટલ નો કડદો એક દિવસ માં ધરતી પર ઠાલવે છે ।


સ્વાસ્થ્ય ની રિતે જોઇએ તો પ્લાસ્ટીક એ પ્યોર પેટ્રોલિયમ પ્રોડક્ટસ છે જો તેના પર સૂર્ય નો સિધો પ્રકાશ પડે અને પછી બોટલ માં થી કેમીકલ છુટે અને તે પાણી પીઇએ તો અનેક બીમારી થાય અને આ બોટલ સ્ટોરેજ થી લઈ ટ્રાન્સપોર્ટ મા સિધા સુર્ય પ્રકાશ હેઠળ આવે છે અને બીમારીઓ નુ ઘર બને છે 


અને આપણે પવિત્ર વેદો ના મંત્રો થી નવદંપતી ને આશિર્વાદ આપનાર ગોરમારાજ પાસે ભાવતાલ કરાવીએ છીઇએ અને આ એક પ્રસંગ માં આ પાણી ના 10,000/- થી 25,000/- ચુકવીએ છીઇએ 


એવુ જ ઓફીસ માં જઈએ તો બહુ સહજતા થી ગ્લાસ આપવો શક્ય હોય ત્યાં પણ મોર્ડનવેડા માટે બોટલ અપાય છે એ બોટલો કચરા સ્વરૂપે મ્યુનિસિપાલટી ની ગટરો ચોમાસા મા જામ કરે અને પહેલા વરસાદે બધા શહેર માં ગટરો ચોકઅપ પાણી પાણી થઇ જાય અને એવરેજ માણસ 70% પાણી પીવે છે એટલે બોટલ નુ ઘણુ પાણી વેસ્ટજ જાય 


જરા પણ સમજણ હોય અને થોડુઘણુ આપણુ ચાલે તેમ હોય પ્રસંગ હોય કે ઓફીસ આ દુષણ ના આવે તેવો શક્ય સહુએ પ્રયાસ કરવા જેવો છે .

વિચાર કરવા જેવો છે

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :  ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે .    ( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )  છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી .  ( 3 )આદૂ : ( Zingiber Officincele )  છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .   ( 4 ) આંબળા : ( Embelica Officinalis )   > ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .   ( 5 ) આમલી : ( Tamrindus Indica )  તેનું ઝાડ ( વૃક્ષ ) ...