सीधे मुख्य सामग्री पर जाएं

ભારતના પ્રખ્યાત મંદિરો :- Famous temples of India

ભારતના પ્રખ્યાત મંદિરો :- Famous temples of Indiao
8
બૃહદેશ્વર મંદિર
 
તમિલનાડુના તાંજોરp.o
P


માં ચોલવંશના મહાન રાજવી રાજરા
જા ચોલે આ શિવમંદિર બંધાવ્યું .9o


65 મીટરની ઊંચાઈ ધરાવતુ
 સ્થાપત્ય પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર l lછે . 
તેની વિશેષતા એ છે કે તેનો પડછાયો પૃથ્વી પર પડતો નથી .
Ok
મહાબાલપુરમ્ 

ચેન્નઈથી 60 કિમી દૂર મહાબલિપુરમ્ આવેલું છે . 
પલ્લવ વંશના રાજવી નૃસિંહવર્મન પહેલાના ઉપનામ ‘ મહામલ્લ ’ પરથી તેનું નામ પડેલું છે .
 આ રાજવીએ અહીં રથ આકારનાં 7 ખડકમંદિરો ( Rock cut Temple ) નું નિર્માણ કરાવેલું .
જેમાંથી બે મંદિરો સમુદ્રમાં વિલિન થઈ ગયાં હોવાથી હાલમાં માત્ર પાંચ જ મંદિરો હયાત છે .
આ મંદિરોનાં નામ પાંડવોનાં નામ પરથી પાડવામાં આવેલ છે .
જેમાં સૌથી નાનું મંદિર દ્રોપદીનું અને સૌથી મોટું મંદિર ધર્મરાજ યુધિષ્ઠિરનું છે .
બધાં જ મંદિરો આકાર - પ્રકારમાં એકબીજાંથી જુદાં પડે છે .
અહીં આવેલાં હાસ્યમુદ્રાયુક્ત વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુર મર્દિનીની મૂર્તિ જેવાં શિલ્પો કલાના ઉત્તમ નમૂનારૂપ અને જોવાલાયક છે .

કોર્ણાકનું સૂર્યમંદિર

ઓરિસ્સાના પુરી જિલ્લામાં આ કોર્ણાકનું સૂર્યમંદિર આવેલું છે .
તેમાં કાળા પથ્થરોનો વધુ ઉપયોગ થયો છે . તેથી તે કાળા પેગોડાના નામે પણ ઓળખાય છે .
બાર વિશાળ પૈડાંથી સાત ઘોડા દ્વારા ખેંચાઈ રહેલા આ રથમંદિરને જોવા દેશ - વિદેશના અસંખ્ય કલાપ્રેમીઓ આવતા હોય છે .

મોઢેરાનું સૂર્યમંદિર

સોલંકી વંશના રાજવી ભીમદેવ પ્રથમે મોઢેરા ( મહેસાણા જિલ્લા ) માં સૂર્યમંદિર બંધાવ્યું .
પૂર્વ દિશામાંના પ્રવેશદ્વારમાંથી સૂર્યનું કિરણ ગર્ભગૃહમાં રહેલ સૂર્યપ્રતિમાના મુકુટના મણિ પર પડતા સમગ્ર મંદિર દિવ્યપ્રકાશથી ઝળહળી ઊઠતું . 
શ્રેષ્ઠ સ્થાપત્ય અને કલાવૈભવ ધરાવતા આ મંદિરના હાલમાં માત્ર ભગ્નાવશેષો જ મોજૂદ છે .

કૈલાશ મંદિર 

મહારાષ્ટ્રમાં ઓરંગાબાદ જિલ્લામાં ઈલોરાની ગુફામાં ભારતનું સૌથી મોટું શિલ્પ - સ્થાપત્યયુક્ત કૈલાશ મંદિર આવેલું છે .
તે બીજા મંદિરોની જેમ બાંધેલું મંદિર નથી ,પરંતુ પર્વતની વિશાળ શિલામાંથી આખું મંદિર કોતરી કાઢેલું છે. 
રાષ્ટ્રકુટ વંશના રાજવી કૃષ્ણરાજ પહેલાએ ( ઈ.સ. 760 ) તે બંધાવ્યું છે .
આ આખા મંદિરની ઊંચાઈ 30 મીટર , લંબાઈ 50 મીટર અને પહોળાઈ 33 મીટર છે .
અહીં હાથીનું એક વિશાળ અને વિખ્યાત શિલ્પ આવેલું છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .