सीधे मुख्य सामग्री पर जाएं

ગુજરાતના ક્રાંતિકારીઓ :- Revolutionaries of Gujarat

શ્યામજી કૃષ્ણ વર્મા :- Shyamji Krishna Varma

ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવીના વતની હતા . તેમણે ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી . તેમણે લંડનમાં ‘ ઇન્ડિયન હોમરૂલ સોસાયટી ' ની સ્થાપના કરી ( ઈ.સ. 1905 ) . આ સોસાયટીનો મુખ્ય ઉદ્દેશ ભારત માટે સ્વશાસન પ્રાપ્ત કરવાનો હતો . સંસ્થાના પ્રચાર માટે તેમણે ‘ ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ ' નામનું સામયિક શરૂ કર્યું . તેમણે ‘ ઇન્ડિયન હાઉસ'ની સ્થાપના કરી . મદનલાલ ધીંગરા , વિનાયક સાવરકર અને લાલા હરદયાલ લંડન જઈ શ્યામજી કૃષ્ણ વર્માની સાથે જોડાયા . મદનલાલ ધીંગરા અને વિનાયક સાવરકરની પ્રવૃત્તિની માહિતી આપણે આગળ જોઈ ગયા છીએ . લંડનમાં રહેવાનું સલામતીભર્યું ન લાગતાં શ્યામજી પૅરિસ ગયા . થોડા સમય પછી ( જિનિવા , સ્વિટ્ઝર્લેન્ડ ) ગયા જ્યાં તેમનું ( ઈ.સ. 1930 ) અવસાન થયું . તેમનાં પત્ની ભાનુમતી પણ ત્યાં જ ( ઑગસ્ટ , 1933 ) મૃત્યુ પામ્યાં .

મૅડમ કામા :-Madam Kama

 મૂળ ગુજરાત - નવસારીનાં હતાં . તેઓ મુંબઈ નિવાસી ( પારસી સુધારક ) સોરાબજી ફરામજી પટેલની પુત્રી અને રુસ્તમ કામાનાં પત્ની હતાં . પાછળથી મૅડમ ભિખાઈજી રુસ્તમ કામા ( ઈ.સ. 1902 ) યુરોપ આવ્યાં . તેઓ પૅરિસમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયાં . તેમણે ( ઈ.સ. 1907 ) જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પહેલો ધ્વજ ફરકાવ્યો . તેમણે ( 20 મી ફેબ્રુઆરી , 1909 ) લંડન ઇન્ડિયન સોસાયટીની મીટિંગમાં પ્રવચન કરતાં એ રેશમી ધ્વજ શ્રોતાઓ સમક્ષ રજૂ પણ કર્યો હતો . એમાં સ્વદેશી અને ‘ વંદે માતરમ્ ’ એમ બે શબ્દો લખેલા હતા .

 સરદારસિંહ રાણા :- Sardar Singh Rana

 ગુજરાતના સૌરાષ્ટ્રના લીંબડી પાસેના કંથારિયા ગામના વતની હતા . તેઓ શાહી કુટુંબના અને લીંબડી રાજ્યના હકદાર હોવા છતાંય લગભગ સ્વાતંત્ર્ય - પ્રાપ્તિ સુધી પૅરિસ અને લંડનમાં રહીને ભારતની આઝાદી માટેની પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહ્યા . એમની આ બ્રિટિશ સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી અકળાઈને કાઠિયાવાડના ગવર્નરના એજન્ટે બ્રિટિશ સરકારની સહમતીથી જાહેરનામું બહાર પાડીને ( ઑકટોબર , 1911 ) રાણાના બધા રાજકીય હક્ક છીનવી લીધા હતા અને બીજા હુકમ દ્વારા ( મે , 1912 ) એમની લીંબડી રાજ્યની તમામ મિલકતો સરકારે જપ્ત કરી લીધી હતી . જોકે આ જપ્તીના હુકમનો અમલ એમના પિતા રેવાજી રતનસિંહ રાણાના અવસાન પછી કરવાનો હતો .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :  ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે .    ( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )  છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી .  ( 3 )આદૂ : ( Zingiber Officincele )  છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .   ( 4 ) આંબળા : ( Embelica Officinalis )   > ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .   ( 5 ) આમલી : ( Tamrindus Indica )  તેનું ઝાડ ( વૃક્ષ ) ...