सीधे मुख्य सामग्री पर जाएं

આ વિચારને 100 તોપોની સલામી

☀️પોતાના બાળકને પ્રથમ વર્ગમાં મૂકતી વખતે એક માતા-પિતા ને આવેલો અફલાતુન વિચાર....

☀️આ વિચારને 100 તોપોની સલામી 💣

☀️આ વિચાર 100% પ્રેરક છે.

☀️જેમનો પુત્ર અથવા પુત્રી 2022 માં "પ્રથમ વર્ગમાં" જશે તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી.

☀️મિત્રો, મારું નામ મહેશ છે.
મારા ભાણેજ વિમલ ના પુત્ર માટે, મેં "પ્રથમ ધોરણ" ના પ્રવેશ માટે ઘણી શાળાઓમાં ફી ની તપાસ કરી, તો રૂ. 40,000 થી રૂ. 1 લાખ સુધીની છે, અને એ નર્સરી થી UKG માટે પણ સરખીજ છે.

☀️ત્યારે મને એક વિચાર આવ્યો કે તમે તમારા બાળકોના શિક્ષણ માટે દર વર્ષે આટલા બધા પૈસા ખર્ચો છો તો પણ નોકરીની ગેરંટી કેમ નથી? જો કોઈ કહે કે છે, તોય ભારે સ્પર્ધા અને અન્ય મુશ્કેલીઓ તો છેજ.

☀️તેથી મને લાગ્યું કે જો તેને દર વર્ષે લાગનારી ફીમાંથી રિલાયન્સ, ટાટા, એલએન્ડટી, એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, કોટક, એક્સિસ, બિરલા, મીરાઈ, નીપોન, યુટીઆઈ, કેનેરા, યુનીયન, સુનદરમ, આડીબીઆઈ, , આડીએફસી, જેવી વિશ્વ વિખ્યાત કંપનીઓના म्यूचूअल फंड स्कीम्ज़ મા દર વર્ષે 1 લાખ ના યુનીટ ખરીદી લઈએ અને બાળકને "જિલ્લા પરિષદ" ની શાળામાં દાખલ કરાવીએ. જો બાળક સક્ષમ હશે તો તે પોતાની રીતે પ્રગતિ કરશેજ કારણ કે કોન્વેન્ટમાં ફી ચૂકવીને પણ વિશ્વમાં એવી કોઈ શાળા નથી કે જે ખાતરી આપે કે તે સક્ષમ અને કર્તૃત્વવાન થશેજ.  

☀️આથી કોન્વેન્ટમાં આ ફી ભર્યા વિના જ્યારે બાળક પ્રથમ વર્ગમાં હોય ત્યારે 1 લાખ, 2જા માટે 1 લાખ, 3જા માટે 1 લાખ. આમ કરતા કરતા , 17 વર્ષે તેની પાસે રૂ. 17 લાખની કિંમતના યુનીટસ હશે, અને પ્રથમ વર્ગમાં લીધેલ યુનીટ ની કિંમત ઓછામાં ઓછી રૂ. 1 કરોડ થઇ ગઈ હશે અને તેના નામે 17 કંપની ના યુનીટસ હશે. જો તમે છેલ્લા 17 વર્ષમાં ઉપરોક્ત ટોચની કંપનીના યુનીટસ ની કિંમત જુઓ તો મારા પુત્ર પાસે 17 વર્ષમાં કુલ યુનીટસ ની રકમ ઓછામાં ઓછી 1.5 કરોડ થી વધુમાં વધુ 21 કરોડ હશે.....

☀️તો મને એવો વિચાર આવ્યો કે જો કોઈ આ વર્ષે બાળકોને શાળામાં એડમિશન અપાવે તો online અથવા સરકારી શાળામાં મૂકે. જે જિલ્લા પરિષદ/સરકારી શાળાઓને બચાવશે, માતૃભાષામાં શિક્ષણ આપશે, શિક્ષણ સમ્રાટો પર અંકુશ લગાવશે, બેફામ ભ્રષ્ટાચાર ઘટાડશે અને પિતાની જીવનની કમાણી બચાવશે. ભણતર પૂરું કરશે ત્યારે તેને કામ કરવાની જરૂર નહી રહે, ઉપરથી એ બીજાને રોજગાર આપી શકશે.

☀️'વ્યવહારિક બનો' અને જરૂર વિચારો.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .