सीधे मुख्य सामग्री पर जाएं

વડીલોએ વાણીમાં રાખવાની તકેદારીઓ :

🧑‍🦳બાળકો સાથેના વ્યવહા ૨ માં વડીલોએ અને શિક્ષકોએ સૌ પ્રથમ તકેદારી લાવવી પડશે . વાણી સૌથી બળવાન સાધન ગણાય છે . બાળકની કેળવણીમાં વડીલનો અવાજ ઘણો ફાળો આપે છે .

 🧑‍🦳દરેક સૂચના હકારાત્મક હોય તો વધુ સારું .

 🧑‍🦰નકારાત્મક વિધાનો તેને હાનિકર્તા નીવડે છે . ‘ અવાજ કરશો નહીં ’ તોફાન કરશો નહીં ’

 👱બાળકોને જ્યાં વિકલ્પ આપવાનો હોય ત્યાં જ વૈકલ્પિક વિધાન કરો . આપણે બાળકને વર્ગમાં જ મોકલવાં હોય તો ‘ હવે તમે વર્ગમાં જશો ’ વિધાન બરોબર ગણાય . 

👱બાળકનું સ્વમાન ઘવાય , તેને નીચે ઉતારે કે લજ્જા પમાડે તેવાં વિધાનો ન કરો .

👱 બાળકને પ્રોત્સાહિત કરવાના હેતુથી પણ બીજા સાથે તુલના ન કરો . તુલના તેનામાં ઉત્સાહને બદલે ઈર્ષા જન્માવે છે . 

👱બાળકોની વ્યક્તિગત વિભિન્નતાઓનો સ્વીકાર કરીને પ્રવૃત્તિઓનું આયોજન કરો .

 👱તમારી વાણી દ્વારા તેમનામાં આત્મવિશ્વાસ અને શ્રદ્ધા જગાડો . વારંવાર આપેલાં સૂચનો લાંબે ગાળે નિરર્થક નીવડે છે .

टिप्पणियाँ