सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

ગુજરાતના ક્રાંતિકારીઓ :- Revolutionaries of Gujarat

શ્યામજી કૃષ્ણ વર્મા :- Shyamji Krishna Varma ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવીના વતની હતા . તેમણે ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી . તેમણે લંડનમાં ‘ ઇન્ડિયન હોમરૂલ સોસાયટી ' ની સ્થાપના કરી ( ઈ.સ. 1905 ) . આ સોસાયટીનો મુખ્ય ઉદ્દેશ ભારત માટે સ્વશાસન પ્રાપ્ત કરવાનો હતો . સંસ્થાના પ્રચાર માટે તેમણે ‘ ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ ' નામનું સામયિક શરૂ કર્યું . તેમણે ‘ ઇન્ડિયન હાઉસ'ની સ્થાપના કરી . મદનલાલ ધીંગરા , વિનાયક સાવરકર અને લાલા હરદયાલ લંડન જઈ શ્યામજી કૃષ્ણ વર્માની સાથે જોડાયા . મદનલાલ ધીંગરા અને વિનાયક સાવરકરની પ્રવૃત્તિની માહિતી આપણે આગળ જોઈ ગયા છીએ . લંડનમાં રહેવાનું સલામતીભર્યું ન લાગતાં શ્યામજી પૅરિસ ગયા . થોડા સમય પછી ( જિનિવા , સ્વિટ્ઝર્લેન્ડ ) ગયા જ્યાં તેમનું ( ઈ.સ. 1930 ) અવસાન થયું . તેમનાં પત્ની ભાનુમતી પણ ત્યાં જ ( ઑગસ્ટ , 1933 ) મૃત્યુ પામ્યાં . મૅડમ કામા :-Madam Kama  મૂળ ગુજરાત - નવસારીનાં હતાં . તેઓ મુંબઈ નિવાસી ( પારસી સુધારક ) સોરાબજી ફરામજી પટેલની પુત્રી અને રુસ્તમ કામાનાં પત્ની હતાં . પાછળથી મૅડમ ભિખાઈજી રુસ્તમ કામા ( ઈ.સ. 1902 ) યુરોપ આવ્યાં . તેઓ પ

શ્રીમતી ઍની બેસન્ટ :- Mrs. Anne Besant

શ્રીમતી ઍની બેસન્ટ :- Mrs. Anne Besant  શ્રીમતી ઍની બેસન્ટ નામનાં આયરિશ મહિલાએ ભારતમાં આવીને થિયૉસૉફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું ( ઈ.સ. 1893 ) . તેમની પ્રવૃત્તિઓથી ભારતમાં રાષ્ટ્રીય ચળવળને સારો એવો વેગ મળ્યો . તેઓની માન્યતા હતી કે , ભારતની વર્તમાન સમસ્યાનો ઉકેલ તેના પ્રાચીન આદર્શો અને સંસ્થાઓને પુનર્જીવિત કરવાથી મળી શકશે . ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું પુનરુત્થાન ખુદ ભારતના લોકો દ્વારા જ થઈ શકશે અને આનાથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થશે . તેમણે ભારતમાં રહીને ભારતના લોકોને તેમનાં ધર્મ અને તત્ત્વજ્ઞાનની મહાનતા વિશે સભાન કર્યા . કોઈપણ જાતના નાતજાતના કે ધર્મના ભેદભાવ વગર વિશ્વબંધુત્વનો આદર્શ સ્થાપવાના તેમના પ્રયાસો પ્રશંસનીય રહ્યા . પોતાના આવા ઉદેશોનો ફેલાવો ફરવા માટે તેમણે બનારસમાં સેન્ટ્રલ હિંદુ સ્કૂલ'ની સ્થાપના કરી , જે પાછળથી ‘ બનારસ હિંદુ યુનિવર્સિટી ' ના રૂપમાં ફેરવાઈ ગઈ ( 1916 ) .  શિક્ષણ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું . તેમણે સમાજમાં ફેલાયેલાં અનિષ્ટોને દૂર કરવા પ્રયત્નો કર્યા અને વિધવા - વિવાહને પ્રોત્સાહન આપ્યું . 19 મી સદીમાં ભારતમાં જ્યારે હિંદુ ,

કુન્દ્રકુરિ વીરેસલિંગમ્ :- Kundrakuri Veerasalingam ( ઈ.સ. 1848-1919 )

કુન્દ્રકુરિ વીરેસલિંગમ્ :- Kundrakuri Veerasalingam (( ઈ.સ. 1848-1919 )  વીરેસલિંગનો જન્મ આંધ્રપ્રદેશના રાજમુન્દ્રી જિલ્લામાં થયો હતો . તેમના પર ભારતીય અને પાશ્ચાત્ય એમ બંને સંસ્કૃતિઓની ભારે અસર હતી અને તેઓ પોતે પણ બંને સંસ્કૃતિઓ તરફ સદ્ભાવના રાખતા હતા . તેઓ એક સારા લેખક હતા અને તેમની કૃતિઓએ તેલુગુ સાહિત્યને સમૃદ્ધ કર્યું હતું .   તેઓ પ્રખર સમાજસુધારક પણ હતા . તેથી સમાજસુધારણા માટે ‘ રાજમુન્દ્રી સોશિયલ રિફૉર્મ ઍસોસિયેશન'ની સ્થાપના કરી હતી . તેમણે બાળલગ્નો અને જ્ઞાતિવાદનો વિરોધ કર્યો હતો તેમજ વિધવા પુનઃલગ્ન અને સ્ત્રીશિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો . તેમણે વિધવાઓનાં પુનર્વસન તથા ભ્રષ્ટાચારના ઉન્મૂલન માટે જોરદાર ઝુંબેશ ચલાવી હતી . તેમણે નિરાધાર લોકો , સ્ત્રીઓ તથા બાળકો માટે વિદ્યાલયો , સહાયતાકેન્દ્રો વગેરે ખોલીને સમાજસુધારણાનું કાર્ય કર્યું . આ માટે રાજમુન્દ્રીમાં તેમણે ‘ હિતકારિણી સભા’ની પણ સ્થાપના કરી હતી . ત્યારબાદ દક્ષિણના આવા પ્રખર સમાજસુધારક અને રાષ્ટ્રીય આંદોલન તથા આધુનિક શિક્ષણ પદ્ધતિના પુરસ્કર્તા કુન્દકુરિ વીરેસલિંગનું અવસાન થયું .

નારાયણ ગુરુ :- Narayan Guru.

નારાયણ ગુરુ :- Narayan Guru. પછાત જાતિઓ અને પીડિત જાતિઓના ઉત્કર્ષ માટે આજીવન સેવા કરનાર તથા માનવધર્મ અને માનવમાત્રની સમાનતાનો સંદેશ આપનાર નારાયણ ગુરુનો જન્મ કેરલના એમ્પર્ગ ગામમાં ( ઈ.સ. 1856 ) થયો હતો . માતા - પિતાની પવિત્રતા અને આદર્શોના સંસ્કાર નારાયણ ગુરુને વારસામાં મળ્યા . નારાયણ ગુરુએ લોકોને ‘ એક જ જ્ઞાતિ , એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનવાનો ' ઉપદેશ આપ્યો . તેમણે લોકોને ઊંચ - નીચના ભેદભાવ , જ્ઞાતિભેદ વગેરે નાબૂદ કરવા અનુરોધ કર્યો . નારાયણ ગુરુ કિશોરવયથી જ અધ્યાત્મવૃત્તિવાળા હતા . ઘર છોડી , સખત સાધના કરીને સમાજના નીચલા સ્તરના લોકોની સેવાના ક્ષેત્રે તેઓ સક્રિય બન્યા હતા . તેમણે તમામ લોકોને શિક્ષણ લેવા અનુરોધ કર્યો . તેઓ નિરક્ષરતાને વહેમો અને અનિષ્ટોનું મૂળ માનતા . તેમણે અસ્પૃશ્યોને ભણતા કર્યા . તેમણે સમાન હક અપાવી સામાન્ય માનવજીવન જીવતા કર્યા . તેઓ કન્યાકેળવણી માટે ખાસ જાગૃત અને પ્રયત્નશીલ હતા . તેમણે ‘ શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ્ ' નામની સંસ્થાની સ્થાપના ( ઈ.સ. 1903 ) કરી . તેઓ મુક્તિ માટે શિક્ષણ , એકતા માટે સંગઠન અને ગરીબી નાબૂદી તથા આર્થિક આબાદી અર્થે ઉદ્યોગોના વિકાસન

સ્વામી વિવેકાનંદ :-Swami Vivekanand

સ્વામી વિવેકાનંદ :- Swami Vivekananda ( 1863-1902 )   રામકૃષ્ણ પરમહંસના સરળ તથા પ્રબળ વ્યક્તિત્વને કારણે બંગાળના જે અનેક નવયુવાનો તેમના તરફ આકર્ષાયા હતા તેમાં સૌથી તેજસ્વી હતા કોલકાતા યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત જે પાછળથી સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ થયા . વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી , 1863 માં કોલકાતામાં વિશ્વનાથ દત્તને ત્યાં ભુવનેશ્વરી દેવીની કૂખે થયો હતો . તેમણે ભારતીય દર્શનની સાથે સ્ટુઅર્ટ મિલ , હરબર્ટ સ્પેંસર , શૈલી , હંગેલ અને વર્ડ્સવર્થની રચનાઓનો પણ અભ્યાસ કર્યો હતો . તેમના સમયના ધાર્મિક અને બૌદ્ધિક નેતાઓ સાથે તેમની મુલાકાત થયેલી . નવેમ્બર , 1880 માં રામકૃષ્ણ સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ અને તરત જ તેઓ રામકૃષ્ણના ભક્ત બની ગયા . રામકૃષ્ણ એક જ એવી વ્યક્તિ હતા કે જેણે વિવેકાનંદના આ પ્રશ્નનો ઉત્તર આપ્યો . પ્રશ્ન હતો , “ શું આપે ઈશ્વરને જોયા છે ? ઉત્તર ‘ હા’માં આપ્યો .  સ્વામી વિવેકાનંદે ( 1891 ) કોઈની પણ સાથે લીધા વિના કહ્યા વિના ભારતની યાત્રા કરી , યાત્રામાં તેમને ભારતની ગરીબી , ભૂખમરો , દયનીય દશાનો પ્રત્યક્ષ અનુભવ થયો . બે વર્ષ સુધી તેઓ ભારતમાં જુદા જુદા ભા

સ્વામી દયાનંદ સરસ્વતી :- Swami Dayanand Saraswati.

સ્વામી દયાનંદ સરસ્વતી :- Swami Dayanand Saraswati.( 1824-1883 ) અને આર્યસમાજ  આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં મોરબી નજીક ટંકારા ગામમાં ( ઈ.સ. 1824 ) સનાતની બ્રાહ્મણ કુટુંબમાં થયો . તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું . એક વખત શિવરાત્રિના પર્વ પર એક ઉંદરને શિવલિંગ ઉપરથી ખાદ્ય સામગ્રી લઈ જતાં જોઈને તેમને સ્વામી દયાનંદ સરસ્વતી લાગ્યું કે જો ભગવાન પોતાનું રક્ષણ ન કરી શકતો હોય તો તે બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે ? આગળ જતા તે સત્યની શોધ કરવા કૃતનિશ્ચયી બન્યા . મૂર્તિપૂજા અને કર્મકાંડમાં તેમને અવિશ્વાસ ઊભો થયો . તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો . 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો , સ્વામી પૂર્ણાનંદ પાસે સંન્યાસની દીક્ષા લીધી ત્યારબાદ તેઓ સ્વામી દયાનંદ તરીકે ઓળખાવા લાગ્યા . તેમણે મથુરામાં સ્વામી વિજાનંદ પાસે શિક્ષણ મેળવ્યું . તેમણે દિલ્હી અને પંજાબમાં દેશાટન કરી મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી ( 1875 ) , તેમાં તેમણે ફક્ત દસ નિયમો અને વેદો તરફ પાછા ફરો ' જેવાં સૂત્રો આપ્યાં . જોધપુર રાજ્યની મુલાકાત વેળાએ તેમના વિરોધીઓએ ભોજનમાં કાચનો ભૂકો કે ઝેર

ગુજરાતી જી.કે.(ભાગ-1) :- Gujarati GK

ગુજરાતી જી. કે. (ભાગ-1) :- Gujarati GK ✒️બંગાળના પ્રથમ ગવર્નર :- રોબર્ટ ક્લાઈવ. ✒️ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ :- વોરન હેસ્ટિંગ્સ.   ✒️ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ :- લોર્ડ વિલિયમ બેન્ટિક.   ✒️ભારતના પ્રથમ વાઈસરોય :- લોર્ડ કેનિંગ. ✒️ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ :- લોર્ડ માઉન્ટબેટન.   ✒️ સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ :- સી . રાજગોપાલાચારી.   ✒️ બંધારણની રચનાની સૌપ્રથમ માંગ :- માનવેન્દ્રનાથ રોય.  ✒️ બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ :- ડૉ . સચ્ચિદાનંદ સિંહા.  ✒️ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ :- ડૉ . રાજેન્દ્ર પ્રસાદ. ✒️ બંધારણ બનવામાં લાગેલો સમય :- 2 વર્ષ , 11 મહિના , 18 દિવસ ( 11 સ્ત્ર અને 166 બેઠકો ). ✒️ મુસદ્દા ( પ્રારુપ , ખરડા સમિતિના અધ્યક્ષ :- ડૉ . બાબાસાહેબ આંબેડકર. ✒️ જન ગણ મનના રચિયતા :- રવીન્દ્રનાથ ટાગોર.   ✒️  વંદે માતરમ્ના રચિયતા :- બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય.     ✒️  રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર :- 22 માર્ચ , 1957 ( જો લીપ યર હોય તો 21 માર્ચે શરૂ થાય ).    ✒️ બંધારણને સમજવાની ચાવી :- આમુખ. ✒️  રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ :- ફઝલ અલી.   ✒️ ભાષાને આધારે રચાયેલું પ્ર

મહાત્મા ગાંધી :- Mahatma Gandhi

મહાત્મા ગાંધી :- Mahatma Gandhi પૂરું નામ :- મોહનદાસ કરમચંદ ગાંધી   જન્મદિન :- 02/10/1869   જન્મસ્થળ :- પોરબંદર માતા :- પુતળીબાઈ   પત્ની :- કસ્તુરબા ચાર પુત્રો :- હરિલાલ, મણીલાલ, રામદાસ, દેવદાસ. શિક્ષણ :- મેટ્રિક્યુલેશન રાજકોટ, ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજ. ઉપનામો :- બાપુ, શાંતિદૂત, રાષ્ટ્રપિતા, મહાત્મા. ઈ.સ. 1891 :- બેરિસ્ટર થઈને ભારત આવ્યા. ઈ.સ. 1893 :- શેઠ અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ગયા .   ઈ.સ. 1894 :- ડર્બન ખાતે નાતાલ ભારતીય કોંગ્રેસની સ્થાપના કરી. આફ્રિકામાં આશ્રમો :- ટોલ્સ્ટૉય ફાર્મ અને ફિનિકસ આશ્રમ  ભારતમાં આશ્રમો :- અમદાવાદ ખાતે ઈ.સ. 1915 માં કોચરબ આશ્રમ  ઈ.સ. 1917 માં સાબરમતી આશ્રમ. એસોસિએશન :- ગાંધીજીએ અમદાવાદ ટેકસટાઈલ લેબર એસોસિએશનની સ્થાપના કરી . 9 જાન્યુઆરી , 1915 પ્રવાસી ભારતીય દિવસ:- સ્વદેશ આગમન , ' કેસર - એ - હિંદ ' પુરસ્કારથી સન્માનિત થયા .   આધ્યાત્મિક ગુરુ :- શ્રીમદ્ રાજચંદ્ર.   રાજકીય ગુરુ :- ગોપાલકૃષ્ણ ગોખલે. વૈચારિક ગુરુ :- લિયો ટોલ્સટૉય.    સાહિત્યિક ગુરુ :- જહોન રસ્કિન.   અંગત સચિવ :- મહાદેવભાઈ દેસાઈ. આધ્યાત્મિક વારસદાર :- વ

જીવનની હકીકતો:- Facts of life

જીવનની હકીકતો:- Facts of life 🌷 આ દુનિયામાં ઓછામાં ઓછા 5 લોકો તમને એટલો પ્રેમ કરે છે કે તેઓ તમારા માટે મરી જશે. 🌷 આ દુનિયામાં ઓછામાં ઓછા 15 લોકો તમને પ્રેમ કરે છે, એક રીતે. 🌷 એકમાત્ર કારણ કે કોઈ પણ વ્યક્તિ તમને ક્યારેય નફરત કરશે, કારણ કે તેઓ તમારા જેવા બનવા માંગે છે. 🌷 તમારા તરફથી એક સ્મિત, કોઈપણ માટે ખુશી લાવી શકે છે, ભલે તેઓ તમને પસંદ ન કરતા હોય. 🌷  દરરોજ રાત્રે, કોઈ વ્યક્તિ સૂતા પહેલા તમારા વિશે વિચારે છે 🌷 તમે કોઈક માટે દુનિયા છો. 🌷 તમારા વિના, કોઈ જીવતું નથી. 🌷 તમે તમારી રીતે વિશિષ્ટ અને અનન્ય છો. 🌷કોઈ કે જેને તમે જાણતા પણ નથી તે અસ્તિત્વમાં છે, તે તમને પ્રેમ કરે છે. 🌷 જ્યારે તમે સૌથી મોટી ભૂલ કરો છો, ત્યારે તેમાંથી કંઈક સારું આવે છે. 🌷 જ્યારે તમને લાગે છે કે વિશ્વ તમારા તરફ પાછું વળ્યું છે, તો એક નજર નાખો, સંભવતઃ તમે વિશ્વ તરફ પીઠ ફેરવી લીધી છે. 🌷 જ્યારે તમને લાગે છે કે તમને જે જોઈએ છે તે મેળવવાની તમારી પાસે કોઈ તક નથી, તો કદાચ તમને તે મળશે નહીં, પરંતુ જો તમે તમારી જાત પર વિશ્વાસ કરો છો, તો તમને વહેલા કે પછી તે મળી જશે. 🌷 તમને મળેલી પૂર્તિઓને હંમેશા યાદ રાખો, અસંસ્કા

ગુજરાત સ્થાપના દિવસ : Gujarat Foundation Day

ગુજરાત સ્થાપના દિવસ : Gujarat Foundation Day 🌷મહાગુજરાત આંદોલન બાદ દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1 લી , મે 1960 ના રોજ કરવામાં આવી હતી . 🌷1 મે 2022 ના રોજ એટલે કે આજના દિવસે ગુજરાતનો 62 મોં સ્થાપના દિવસ છે .  🌷ભારતની આઝાદી બાદ  બૃહદ મુંબઈ, સૌરાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ  કચ્છ માંથી 1  મે 1960 ના રોજ   ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોની સ્થાપના કરવામાં આવી હતી . 🌷ગુજરાતનો  સ્થાપના દિવસ ગુજરાત રાજ્યનું ગૌરવ દિવસ ' પણ ઉજવાય છે. ગુજરાત રાજ્યની સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી.

ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો : Cultural Heritage Sites of Gujarat

ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો : Cultural Heritage Sites of Gujarat ગુજરાત શિલ્પ - સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે . અહીં ગુફા સ્થાપત્યો , મંદિરો , મસ્જિદો , કિલ્લાઓ , વાવ , તોરણો એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે . હવે ગુજરાતનાં સાસ્કૃતિક વારસાનાં સ્થળોનો પરિચય મેળવીએ .   ધોળાવીરા અને લોથલ :-Dholavira and Lothal  ધોળાવીરા અને લોથલ બન્ને સિંધુ સભ્યતાનાં નગર હતાં . ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે . ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે . આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવાનાં તથા મણકા બનાવવાનાં કેન્દ્રો જોવા મળે છે . લોથલ અમદાવાદ - ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્ત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજજ હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું .   જૂનાગઢ :-Junagadh  જૂનાગઢમાં અશોકનો શિલાલેખ , ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ , જૈન મંદિરો , દામોદર કુંડ , અડીકડીની વાવ , જૂનો રાજમહેલ , નવઘણ કૂવો , મહાબતખાનનો મકબરો , બહાઉદીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ

ભારતની પ્રાચીન વિદ્યાપીઠો : Ancient Universities of India

ભારતની પ્રાચીન વિદ્યાપીઠો :  ( 1 ) નાલંદા : Nalanda  બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે . ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણું છે . આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈનતીર્થ પણ બન્યું હતું . પાંચમી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ . ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો . ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા . નાલંદા વિશ્વ વિદ્યાલય હતું . ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું . દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા . મહાન મુસાફર યુઅન - શ્તાંગ પણ અહીં આવેલ . આજે તો આ મહાન વિશ્વ વિદ્યાલયનાં માત્ર ખંડેરો જ જોવા મળે છે . છતાં તે ખંડેરોમાં ફરતાં ફરતાં પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે . નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો . ઈસુની પાંચમીથી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું . આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતાં . તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્

ગુજરાતની ગુફાઓ : Caves of Gujarat

ગુજરાતની ગુફાઓ   : Caves of Gujarat જૂનાગઢની ગુફાઓ : જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલા છે .  ( 1 ) બાવાપ્યારાનો ગુફા સમૂહ :- આ ગુફા બાવાપ્યારાના મઠ પાસે આવેલ છે . આ ગુફાઓ ત્રણ હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે . પહેલી હારમાં ચાર , બીજી હારમાં સાત અને ત્રીજી હારમાં પાંચ ગુફાઓ મળી કુલ 16 ગુફાઓ છે . તે ઈસ્વીસનના આરંભની સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે .  ( 2 ) ઉપરકોટની ગુફાઓ :-  આ ગુફાઓ બે મજલામાં આવેલ છે , નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે . ઉપરકોટની ગુફાઓ ઈ.સ. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવી જોઈએ .  ખાપરા-કોડીયાની ગૂફાઓ:-  કુંડ ઉપરની ગુફાઓ : આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય . ગુફાઓને નુકસાન થયેલ છે . કુલ 20 સ્તંભ આવેલ છે . આ ગુફા ઈ.સ. ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે .    ખંભાલીડા ગુફા :-  રાજકોટથી 70 કિમી દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાંથી આ ગુફાઓ ( ઈ.સ. 1959 માં ) શોધાઈ છે . તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે . વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ , પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઊભેલા બૌદ્ધિસત્ત્વ અને કેટ

ગુજરાતનાં લોકનૃત્યોલોકનૃત્યો : Folk dances of Gujarat

ગુજરાતનાં લોકનૃત્યોલોકનૃત્યો : Folk dances of Gujarat   ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ , રીતરિવાજો અને પરંપરાઓ મુજબનાં લોકનૃત્યો જોવા મળે છે . આવાં નૃત્યોમાં આદિવાસી લોકનૃત્યો , ગરબા , રાસ તથા અન્ય લોકનૃત્યો ગણાવી શકાય . તહેવારો , લગ્નપ્રસંગો , મેળા વગેરે પ્રસંગોએ આવાં નૃત્યો જોવા મળે છે .  આદિવાસી નૃત્યો : Tribal dances  ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો , લગ્નો , દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો જોવા મળે છે . મોટા ભાગનાં નૃત્યો વર્તુળાકારે ફરતાં ફરતાં , ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં , થારી , તૂર , પાવરી , તંબૂરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે . આવાં નૃત્યોમાં ‘ ચાળો ’ તરીકે જાણીતા નૃત્યમાં મોર , ખિસકોલી , ચકલી જેવાં પક્ષીઓની નકલ હોય છે . ડાંગમાં પણ આવો ‘ માળીનો ચાળો ’ તથા ‘ ઠાકર્યા ચાળો ’ નૃત્ય જોવા મળે છે . જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે .   ગરબા : Garba  ગરબો શબ્દ ‘ ગર્ભ - દીપ ’ ઉપરથી બન્યો છે

નૃત્યકલા-Choreography

નૃત્યકલા-Choreography      નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘ નૃત્ ' ( નૃત્ય કરવું ) ઉપરથી થઈ છે . નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે . નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ - નટરાજ મનાય છે . નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્યકલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વ પ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે . ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ્ , કુચીપુડી , કથક , કથકલી ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે .  ભરતનાટ્યમ્-Bharatnatyam  ભરતનાટ્યમ્નું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે . ભરતમુનિએ રચેલ ‘ નાટ્યશાસ્ત્ર ’ અને નંદીકેશ્વર રચિત ‘ અભિનવદર્પણ ’ આ બંને ગ્રંથો ભરતનાટચના આધાર - સ્રોત છે . મૃણાલિની સારાભાઈ , ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજ્યંતીમાલા અને હેમામાલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે  કુચીપુડી નૃત્યશૈલી :Kuchipudi dance style  આ નૃત્યની રચના 15 મી સદીના સમયમાં થઈ છે . મુખ્યત્વે સ્ત્રી સૌદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બન્ને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવા