ગુજરાતનાં લોકનૃત્યોલોકનૃત્યો : Folk dances of Gujarat ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ , રીતરિવાજો અને પરંપરાઓ મુજબનાં લોકનૃત્યો જોવા મળે છે . આવાં નૃત્યોમાં આદિવાસી લોકનૃત્યો , ગરબા , રાસ તથા અન્ય લોકનૃત્યો ગણાવી શકાય . તહેવારો , લગ્નપ્રસંગો , મેળા વગેરે પ્રસંગોએ આવાં નૃત્યો જોવા મળે છે . આદિવાસી નૃત્યો : Tribal dances ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો , લગ્નો , દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો જોવા મળે છે . મોટા ભાગનાં નૃત્યો વર્તુળાકારે ફરતાં ફરતાં , ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં , થારી , તૂર , પાવરી , તંબૂરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે . આવાં નૃત્યોમાં ‘ ચાળો ’ તરીકે જાણીતા નૃત્યમાં મોર , ખિસકોલી , ચકલી જેવાં પક્ષીઓની નકલ હોય છે . ડાંગમાં પણ આવો ‘ માળીનો ચાળો ’ તથા ‘ ઠાકર્યા ચાળો ’ નૃત્ય જોવા મળે છે . જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે . ગરબા : Garba ગરબો શબ્દ ‘ ગર્ભ - દીપ ’ ઉપરથી બન્યો છે