અંબાજીનો મેળો 🌷બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો . 🌷 અહીં આવેલું અંબાજી . 🌷યાત્રાધામ તરીકેની આગવી ઓળખ ધરાવતું અનોખું ધામ . અંબાજી એટલે શક્તિપીઠ . 🌷 અરવલ્લીની અદ્ભુત ગિરિમાળાઓ વચ્ચે આવેલું શ્રદ્ધાનું કેન્દ્ર . 🌷 અહીંથી સરસ્વતી નદીનું ઉદ્ગમસ્થાન નજીકના અંતરે . વેદોમાં જેનો ઉલ્લેખ છે તેવી પવિત્ર નદી અને શક્તિપીઠ 🌷 વિશ્વની એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ અંબાજી . 🌷અસુરોનો વધ કરનારી શક્તિ આરાસુરી અંબાજી , 🌷 વર્ષના કોઈ પણ દિવસે અહીં બહોળા પ્રમાણમાં ભક્તો દર્શનાર્થે આવેલા જ હોય છે . 🌷 મા અંબાનું મંદિર કાયમ ભક્તોથી ભરચક જોવા મળે છે 🌷 અહીં વર્ષમાં ચાર મેળા ભરાય છે . 🌷 કારતક , ચૈત્ર , ભાદરવો અને આસો મહિનામાં પૂનમના દિવસે મેળો ભરાય છે . 🌷 બધાય મેળા પ્રસિદ્ધ હોવા છતાંય ભાદરવી પૂનમનો મેળો વિશ્વપ્રસિદ્ધ છે . 🌷વિશ્વપ્રસિદ્ધ આ મેળામાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે 🌷ભાદરવા મહિનાની તેરસ , ચૌદસ અને પૂનમનાં દર્શનનું અહીં અનોખું મહત્ત્વ છે . 🌷આ દિવસો દરમિયાન દર્શન કરી શકાય તે રીતે લાખો ભક્તો પગપાળા અહીં પહોંચે છે . 🌷મા અંબાના આ મંદિર સાથે કેટલીયે માન્યતાઓ જોડાયેલી છે . કહેવાય છે કે